રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. નવેમ્બર મહિનામાં પણ હજુ દિવસે ગરમી હોય છે. જો કે, દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનનો પારો એકથી બે ડિગ્રી ઘટ્યો છે.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં મોટો ફેરફાર નહીં થવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગનાં આંકડા મુજબ છેલ્લાં 24 કલાકમાં મહત્તમ 38 ડિગ્રી તાપમાન રાજકોટ જિલ્લામાં અને સૌથી ઓછું 17 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું હતું. કંડલા, ભુજ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ડિસા અને વલ્લભ વિદ્યાનગરમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે નલિયા, મહુવા, કેશોદમાં લઘુતમ 18 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 19 ડિગ્રી અને અમદાવાદમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Site Admin | નવેમ્બર 13, 2024 9:56 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | Gujarat | newsupdate | ગુજરાત | હવામાન | હવામાન વિભાગ