રાજ્યમાં હાલમાં સૂર્યાસ્ત બાદ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના નિદેશક એ. કે. દાસે જણાવ્યું કે, રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ યથાવત્ રહેશે. તેમજ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફારની કોઈ શક્યતા નથી.
શ્રી દાસે ઉમેર્યું કે, રાજ્યના મોટા ભાગના જિલ્લાઓનું મહત્તમ તાપમાન હાલમાં 34થી 35 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઈ રહ્યું છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 19.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.