ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 23, 2024 7:46 પી એમ(PM)

printer

રાજ્યમાં હાલમાં ચાંદીપુરાના શંકાસ્પદ 88 કેસ છે. આમાંથી કુલ 22 કેસ પોઝિટિવ આવ્યા છે

રાજ્યમાં હાલમાં ચાંદીપુરાના શંકાસ્પદ 88 કેસ છે. આમાંથી કુલ 22 કેસ પોઝિટિવ આવ્યા છે. સત્તાવાર યાદી મુજબ, આ પૈકી સૌથી વધુ 11 કેસ પંચમહાલ જિલ્લામાં નોંધાયા છે. રાજ્યમાં ચાંદીપુરા શંકાસ્પદ વાઈરસના કારણે અત્યાર સુધી 36 દર્દીના મોત નીપજ્યા છે. જ્યારે 46 દર્દી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં આરોગ્યની ટુકડીઓ દ્વારા 22 હજાર 17 ઘરમાં દેખરેખની કામગીરી કરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસને લઈ આરોગ્ય વિભાગ દ્વારા સરવેની કામગીરી કરવામાં આવી રહી છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડ તાલુકામાં આવેલા મોરઈ ગામમાં એક બાળકમાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ લક્ષણ દેખાતા તેને સામાન્ય હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ સાથે જિલ્લામાં ચાંદીપુરા વાઈરસને ફેલાવતો અટકાવવા આરોગ્ય વિભાગ સક્રિય થઈ ગયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ