રાજ્યમાં હવે સમન્સ, વોરંટ અને નોટીસની ઓનલાઈન બજવણી કરવામાં આવશે. ગઈકાલે વડોદરામાં ક્રાઈમ કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ જણાવ્યું હતું કે, પોલીસ માટે સૌથી મોટો પડકાર સાયબર ગુનાનો છે. સાયબર ગુનાથી બચવા માટે સતર્કતા એ જ સૌથી ઉત્તમ ઉપાય છે. તેમણે જણાવ્યું હતું કે, ઓગસ્ટ મહિનામાં સાયબર ગુનાનો ભોગ બનેલા લોકોને 26 કરોડ રૂપિયા પરત અપાવવામાં આવ્યા છે. ક્રાઈમ કોન્ફરન્સમાં રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ ઉપરાંત નવરાત્રીના બંદોબસ્ત સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
Site Admin | સપ્ટેમ્બર 25, 2024 9:43 એ એમ (AM)