ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 28, 2025 6:34 પી એમ(PM) | વિધાનસભા

printer

રાજ્યમાં હવે પશુ સંવર્ધનના વિવિધ પાસાઓના યોગ્ય નિયમન માટે કાયદાકીય વ્યવસ્થા ઊભી કરાશે

ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાત ગૌવંશ સંવર્ધન નિયમન વિધેયક 2025 પસાર કરાયું છે. ગૃહમાં વિધેયક રજૂ કરતાં પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કહ્યું, રાજ્યમાં હવે પશુ સંવર્ધનના વિવિધ પાસાઓના યોગ્ય નિયમન માટે કાયદાકીય વ્યવસ્થા ઊભી કરાશે. શ્રી પટેલે કહ્યું, કાયદાના અમલીકરણ માટે ગુજરાત ગૌવંશ સંવર્ધન નિયમનકારી સત્તામંડળની સ્થાપના થશે.
આ કાયદા હેઠળ સિમેન સ્ટેશન, સિમેન બૅન્ક, કૃત્રિમ ગર્ભાધાન સેવાની તાલીમ આપનારી સંસ્થાઓ, સેવાઓ આપનારી સંસ્થાઓ અને કૃત્રિમ ગર્ભાધાન ટેક્નિશિયનની નોંધણી ફરજિયાત થશે. તેમ જ આ કાયદા હેઠળ કૃત્રિમ અને કુદરતી સંવર્ધન માટેના પશુઓની નોંધણી અને સઘન દેખરેખ રખાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ