ગાંધીનગરમાં ગઈકાલે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં એક સાથે નવી નવ મહાનગરપાલિકાની રચના કરવાના નિર્ણયને મંજૂરી અપાઈ છે. આ સાથે રાજ્યમાં હવે મહાનગરપાલિકાની સંખ્યા કુલ 17 થશે. સરકારે અગાઉ, વર્ષ 2024-25ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર- વઢવાણ, મોરબી, પોરબંદર-છાયા અને ગાંધીધામ એમ કુલ નવ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની જાહેરાત કરી હતી. આ નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી કાર્યરત્ થશે તેમ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાનો નિર્ણય લેવાયો છે. હવે આ નવા બનનારા વાવ-થરાદ જિલ્લા સાથે રાજ્યના કુલ જિલ્લાઓની સંખ્યા 34 થશે.
Site Admin | જાન્યુઆરી 2, 2025 8:39 એ એમ (AM)