દાહોદ જિલ્લામાં આવનાર 15મી ઓગસ્ટને ધ્યાને રાખીને જિલ્લા કલેકટરની અધ્યક્ષતા હેઠળ તેમજ મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિ હેઠળ સેન્ટ્રલ બસ સ્ટેશનથી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.
શરણાઈ, ઢોલ અને નગારાના તાલ સાથે આદિવાસી નૃત્ય તેમજ બેન્ડ વડે દેશ ભક્તિ ગીતના સૂરો રેલાવતા વિદ્યાર્થીઓએ રેલીની શરૂઆત કરી હતી. તિરંગા યાત્રા દરમ્યાન શાળાના વિદ્યાર્થીઓએ ભારત માતાની જય બોલાવતા જઈને દેશ ભક્તિ ગીતો સાથે રેલીમાં કદમ સાથે કદમ મિલાવતા જઈને રેલીમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ તિરંગા વિતરણ કાર્યક્રમ યાજોઇ રહ્યો છે..જે અંતર્ગત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વડોદરા ખાતે તિરંગાનું વિતરણ કર્યુ હતું.. શહેરના રાત્રિ બજાર સ્થિત એલ એન્ડ ટી સર્કલ ખાતેથી વિકાસ સહાયે વાહનચાલકોને રાષ્ટ્રધ્વજ આપીને દેશની આન, બાન અને શાનના પ્રતિક સમાન તિરંગાને પોતાના ઘર પર લહેરાવી રાષ્ટ્રભક્તિના મહાપર્વમાં જોડાવવા અપીલ કરી હતી.
ગીર સોમનાથ જિલ્લામાં સ્વાતંત્ર્ય દિનની પૂર્વસંધ્યાએ એટલે કે ૧૪ ઓગસ્ટના રોજ ટાવર ચોકથી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સુધીની રંગારંગ તિરંગા કાર્નિવલ યાત્રા યોજાશે. આ યાત્રાના આયોજન અંગે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં દેશભક્તિના ગીતો, નૃત્યો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતી કરવામાં આવશે. વિદ્યાર્થીઓ સ્વાતંત્ર્ય સેનાનીઓના ગેટઅપમાં ઉપસ્થિત રહેશે. જિલ્લાના ખેલાડીઓ તેમના કૌશલ્યનું નિદર્શન કરશે.
Site Admin | ઓગસ્ટ 9, 2024 10:28 એ એમ (AM) | હર ઘર તિરંગા
રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ તિરંગા વિતરણ કાર્યક્રમ યાજોઇ રહ્યો છે
