રાજ્યમાં સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં ૬ લાખ ૭૧ હજારથી વધુ રજૂઆતો આવી છે, જેમાંથી ૬ લાખ ૬૬ હજારથી વધુ એટલે કે ૯૯.૨૦ ટકા રજૂઆતોનું સુખદ નિરાકરણ કરવામાં આવ્યું છે.
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આપવામાં આવેલી વિભાગ મુજબ સત્તાવાર માહિતી મુજબ, મહેસૂલ વિભાગની ૯૮ ટકા અરજીઓનું સુખદ નિરાકરણ કરાયું છે. જ્યારે ગૃહ વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, પંચાયત, ગ્રામ વિકાસ વિભાગ તેમજ જળ સંપતિ, પાણી પૂરવઠા વિભાગની ૧૦૦ ટકા અરજીઓનું હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું છે.
Site Admin | ઓક્ટોબર 12, 2024 3:08 પી એમ(PM)