રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં સફાઈ કામગીરી ચાલી રહી છે.
પંચમહાલ જિલ્લાના અમારા પ્રતિનિધિ વિપુલ પૂરોહિત જણાવે છે કે, ગોધરા ખાતે આવેલા અટલ ગાર્ડન એમ્ફી થિએટર ખાતે બેન્ક ઑફ બરોડાની ટીમે સફાઈ કામગીરી હાથ કરી હતી.
મહેસાણા જિલ્લાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે, ઐતિહાસિક સ્થળ મોઢેરાના સૂર્યમંદિર અને બહુચરાજી માતાજીના મંદિરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ સફાઈ ઝૂંબેશ યોજાઈ હતી.
ડાંગ જિલ્લાનાં અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે, જિલ્લાના માર્ગ અને મકાન વિભાગની આહવા તથા વઘઈ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવી. કર્મચારીઓએ વઘઈ-આહવા રાજ્ય ધોરીમાર્ગની બાજુમાં આવેલા જંગલ કાપી અને ઘાસનું નિંદામણ કરી રસ્તો ખાલી કરવાની સાથે બગીચા સહિતની સફાઈ કરી હતી.
Site Admin | સપ્ટેમ્બર 29, 2024 7:50 પી એમ(PM) | સ્વચ્છતા હી સેવા અભિયાન