ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 21, 2024 7:21 પી એમ(PM)

printer

રાજ્યમાં સ્વચ્છતા હિ સેવા પખવાડિયા અંતર્ગત અત્યાર સુધીમાં 25 લાખ જેટલા લોકોએ 27 લાખ કરતાં વધુ કલાકોનું શ્રમદાન કર્યુ

રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 25 લાખથી વધુ લોકોએ જોડાઇને કુલ 27 લાખથી વધુના કલાકનું શ્રમદાન કર્યું.. ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે ગાંધીનગરના છત્રાલ ગામ ખાતે શ્રમદાન કરીને આ અભિયાનને વેગ આપતાં જણાવ્યું કે, રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન માત્ર ચાર જ દિવસમાં જન આંદોલનમાં પરિવર્તિત થયું છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યભરમાંથી ૧ લાખ કિલોગ્રામ જેટલો કચરો અને ૬૦ હજાર કિલોગ્રામથી વધુ સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરાયો છે. આગામી બીજી ઓક્ટોબરે સ્વચ્છતાલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા, તાલુકા અને ગામોને ૧૦ લાખથી ૧ કરોડ રૂપિયા સુધીના રોકડ પુરસ્કારો અપાશે..
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી ૩૧ મી ઓક્ટોબર સુધી રાજ્યભરમાં યોજાનાર આ અભિયાન અંતર્ગત દૈનિક તેમજ અઠવાડિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, માર્ગો, ઐતિહાસિક, ધાર્મિક અને પ્રવાસન સ્થળો, જળ સંસ્થાનો, પ્રતિમાઓ, માર્કેટ જેવા જાહેર સ્થળો ઉપરાંત સરકારી કચેરીઓ અને સંસ્થાઓની પણ સાફ-સફાઈ હાથ ધરવામાં આવી રહી છે.