રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આજે ભાજપની સંસદીય બૉર્ડની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચૂંટણીના ઉમેદવારો અંગે તેમજ અગાઉ ભાજપ દ્વારા યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં આવેલા નામની ચર્ચા કરવામાં આવી હતી.
મહીસાગર જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે કે, લુણાવાડા, સંતરામપુર અને બાલાસિનોર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ સહિત અપક્ષ પેનલ પણ ચૂંટણી લડશે. લુણાવાડા નગરપાલિકાની ચૂંટણીમાં 155 અને બાલાસિનોર નગરપાલિકાની ચૂંટણીમાં 169 ઉમેદવારી પત્રો સાથે ચાર દિવસમાં કુલ 436 ઉમેદવારી પત્રો વહેંચાયા છે. પહેલી ફેબ્રુઆરી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવા છતાં ત્રણેય નગરપાલિકામાં અત્યાર સુધીમાં માત્ર એક જ ઉમેદવારીપત્ર ભરાયું છે.
છોટાઉદેપુરનાં પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે, નગરપાલિકાની ચૂંટણી માટે અત્યાર સુધીમાં 162 ફોર્મ વહેંચાયા છે, જેમાંથી આજે 4 ઉમેદવારીપત્રો ભરાયાં છે. છોટાઉદેપુર નગર પાલિકાના 7 વોર્ડ ના ૨૮ સભ્યોની ચૂંટણી યોજાશે.
ભારતીય જનતા પાર્ટી, કોંગ્રસ, આમ આદમી પાર્ટી સહિત અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડશે.
Site Admin | જાન્યુઆરી 30, 2025 7:26 પી એમ(PM)
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આજે ભાજપની સંસદીય બૉર્ડની બેઠક યોજાઈ
