રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા વિવિધ જિલ્લામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત કચ્છ જિલ્લાની રાપર-ભચાઉ નગરપાલિકાસહિત તાલુકા પંચાયતની બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. જેમાં ભૂજ સ્થિત ભાજપકાર્યાલય ખાતે નગરપાલિકાની ચૂંટણી માટે 50 લોકોએ દાવેદારી નોંધાવી. તાપી જિલ્લાની સોનગઢ નગરપાલિકાની ચૂંટણીની સેન્સ પ્રક્રિયા અંતર્ગતભાજપના 100થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી. ઉલ્લેખનીય છે કે સોનગઢ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠક પર ચૂંટણી યોજાશે.બોટાદ નગરપાલિકાની કુલ 44 બેઠક માટે ચૂંટણી નિરીક્ષક બ્રિજેશ મેરજાની દેખરેખ હેઠળ સેન્સ પ્રક્રિયાયોજાઇ. જેમાં 150 દાવેદારોએ દાવેદારી નોંધાવી. મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે ભાજપ દ્વારાસેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ.
Site Admin | જાન્યુઆરી 27, 2025 6:43 પી એમ(PM)
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા વિવિધ જિલ્લામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી
