ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ

કચ્છ સહિત રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. તાજેતરમાં હાથ ધરાયેલી ખાસ સંક્ષિપ્ત મતદારયાદી સુધારણા ઝુંબેશનો કચ્છમાં 24 હજાર 246 લોકોએ લાભ લીધો હતો.

જેમાં 18, 19 વર્ષના 6 હજાર 171 યુવાનોએ નામ નોંધણી કરાવીને આગામી ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરશે. તાજેતરમાં હાથ ધરાયેલી મતદારયાદી સુધારણા ઝુંબેશ દરમ્યાન વિધાનસભા મત ક્ષેત્ર મુજબ વિવિધ સુધારા માટે ફોર્મ ભરાયા હતા. જેમાં મતદારયાદીમાં નામ નોંધણી માટે ફોર્મ નં.6 અબડાસામાં બે હજાર 233, માંડવી બે હજાર 476, ભુજ બે હજાર 483, અંજાર બેહજાર સાત, ગાંધીધામ બે હજાર 104 અને રાપરમાં એક હજાર 668 મળી કુલ 12 હજાર 971 ફોર્મ ભરાયા હતા, જેમાં 18-19 વર્ષના 6 હજાર 171 મતદારોનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ