રાજ્યમાં સૌ પ્રથમ વાર સગર્ભા મહિલાઓને ઓનલાઇન ટ્રેક કરાશે. મહેસાણા જિલ્લાના દસ તાલુકાઓમાં ખાનગી કંપની અને સ્થાનિક આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આરોગ્ય કર્મચારીઓને ટેબલેટ આપવામાં આવ્યા છે, જે દ્વારા તેઓ ગર્ભવતી મહિલાઓની નોંધણી કરી તેમના આરોગ્યનું નિરીક્ષણ કરશે. આ આરોગ્યકર્મીઓ મમતા દિવસ, કુપોષિત શિશુ, જોખમી સ્થિતિમાં હોય તેવા સગર્ભા મહિલાઓની પ્રસૂતિ સહિતના અનિવાર્ય મુદ્દાઓનું ઝીણવટપૂર્વકનું આયોજન કરી શકશે.
Site Admin | ઓક્ટોબર 15, 2024 3:16 પી એમ(PM)