રાજ્યમાં સૌ પ્રથમ વખત કેન્સરના દર્દીઓને કાર – ટી સેલ થેરાપી મળી શકશે. વડોદરાના મૂની સેવાશ્રમમાં કાર્યરત કૈલાસ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં કેન્સરથી પીડાતા દર્દીઓની નજીવા દરે સારવાર કરવામાં આવે છે ત્યારે હવે અહી 12 કરોડના ખર્ચે ગુજરાતની પ્રથમ કાર – ટી લેબોરેટરી આગામી 18 ડિસેમ્બરથી બનવા જઇ રહી છે. અહી અન્ય હોસ્પિટલો કરતાં અડધા ખર્ચથી કેન્સરગ્રસ્ત દર્દીની આ થેરાપીથી સારવાર કરવામાં આવશે.
આ સારવારમાં દર્દીના શરીરમાં બચી ગયેલા કેન્સરના કોષોને કાર – ટી થેરાપીથી જીનેટકલી રિપ્રોગ્રામિંગ કરી કેન્સરના કોષ સામે લડવા સક્ષમ બનાવવામાં આવે છે અને ફરીથી દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે.
Site Admin | ડિસેમ્બર 13, 2024 7:23 પી એમ(PM)
રાજ્યમાં સૌ પ્રથમ વખત કેન્સરના દર્દીઓને કાર – ટી સેલ થેરાપી મળી શકશે
