રાજ્યમાં ‘સૌની યોજના’ થકી સૌરાષ્ટ્રના અંદાજે ૬ લાખ પચાસ હજાર એકર વિસ્તારમાં પિયત તથા પીવાના પાણીનો લાભ મળ્યો છે. સૌરાષ્ટ્ર વિસ્તારના ૧૧ જિલ્લાઓના ૯૯ જળાશયો, ૧૯૦ ગામ તળાવો અને ૧૬૧૩ ચેકડેમો નર્મદાના નીરથી ભરાયા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ફેબ્રુઆરી 2014માં શરૂ થયેલી સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરીગેશન યોજના – સૌની યોજના અંતર્ગત નર્મદાના પૂરના વધારાના પાણી પૈકી ૪૩ હજાર ૫૦૦ મીલીયન ઘન ફુટ પાણી સૌરાષ્ટ્રા વિસ્તાેરને ફાળવવામાં આવ્યું છે, પરિણામે સૌરાષ્ટ્રણના ૧૧૫ જળાશયો ભરીને સિંચાઈ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવામાં આવી છે. ૯૭૦ કરતા વધુ ગામોને સિંચાઈનું પાણી, ૭૩૭ ગામો અને ૩૧ શહેરોને પીવાનું પાણી પહોંચ્યું છે. સૌરાષ્ટ્રના ૮ લાખ ૨૫ હજાર એકર જેટલા વિસ્તારમાં પિયત તથા પીવાના પાણીનો લાભ આપવાનું સઘન આયોજન પણ કરવામાં આવ્યું છે. જે માટે ૪ લીંક પાઇપલાઈન નહેરોનું પણ આયોજન છે.
આ નહેરોના નિર્માણ બાદ વધુ વિસ્તારને પાણીની સુવિધા મળી રહેશે..વિકસિત ભારતની યાત્રામાં જળવ્યવસ્થાપનની મહત્વપૂર્ણ ભૂમિકા સૌની યૌજના દ્વારા ફલિત થાય છે.
Site Admin | ઓક્ટોબર 9, 2024 3:18 પી એમ(PM)