રાજ્યમાં સુધારેલ સ્મશાન ભઠ્ઠી લગાવવાની સહાય યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 8 હજાર 100થી વધુ સુધારેલી સ્મશાન ભઠ્ઠી લગાવવામાં આવી છે.
આબોહવા પરિવર્તન વિભાગના રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે, આ સુધારેલ સ્મશાન ભઠ્ઠીના ઉપયોગથી મૃતદેહના અગ્નિસંસ્કાર પાછળ ઉપયોગમાં લેવાતા લાકડામાં આશરે 40થી 50 ટકા જેટલી બચત થાય છે. ઊર્જા વિકાસ એજન્સી દ્વારા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગર સેવાસદન હસ્તકના સ્મશાનગૃહોમાં વર્ષ 2015-16થી આ યોજના અમલમાં છે.
Site Admin | સપ્ટેમ્બર 11, 2024 3:07 પી એમ(PM)
રાજ્યમાં સુધારેલ સ્મશાન ભઠ્ઠી લગાવવાની સહાય યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 8 હજાર 100થી વધુ સુધારેલી સ્મશાન ભઠ્ઠી લગાવવામાં આવી છે
