રાજ્યમાં બિનખેતી થયેલી હોય તેવી જમીન પુનઃહેતુફેર માટે આવેત્યારે પ્રવર્તમાન જંત્રી કિંમતના 10 ટકા વસૂલ કરીને જમીનને હેતુફેર બિનખેતી કરી શકાશે. રાજ્યમાં સુધારેલ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શક બનાવવા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ, કોઈ પણ હેતુ માટે અગાઉ પ્રીમિયમ વસૂલ કરવાપાત્ર હોવા છતાં પ્રીમિયમ વસૂલ થયા વિના બિનખેતી થઈ હોય તેવી જમીન પુન: હેતુફેર માટે આવતી જમીનને બિનખેતી કરી અપાશે. ઉપરાંત જે કિસ્સાઓમાં પ્રીમિયમ વસૂલાતનો અગાઉ નિર્ણય થઈ ગયો હોય તેવા કિસ્સામાં આ નિર્ણય લાગુ નહીં કરવામાં આવે.
Site Admin | નવેમ્બર 19, 2024 7:36 પી એમ(PM) | બિનખેતી