રાજ્યમાં સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત છેલ્લા બે વર્ષમાં જળ ક્ષેત્રે 33 હજારથી વધુ કામો કરવામાં આવ્યાં છે. જેના થકી ગુજરાત જળક્ષેત્રે અગ્રણી રાજ્ય બન્યું છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ……(વોઈસ કાસ્ટ – અજય ઈન્દ્રેકર)રાજ્યમાં જળસંગ્રહ માટે સુજલામ સુફલામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનનાં ફલશ્રુતિ સ્વરૂપ છેલ્લા બે વર્ષમાં 32 હજાર 948 લાખ ઘનફૂટ પાણીની સંગ્રહશક્તિમાં વધારો થયો છે. 9 હજાર 381 કિલોમીટરની નહેરોની સાફ-સફાઈ કરવામાં આવી. 9 હજાર 480 તળાવોને ઊંડા કરાયાં, તેમજ 1 હજાર 914 ચેકડેમ રિપેરિંગનાં કામો કરવામાં આવ્યાં છે. આ અભિયાન અંતર્ગત વર્ષ 2024માં કુલ 7 લાખ 49 હજાર માનવદિનની રોજગારી ઉભી થઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ખેતી માટે પાણી અને ઘર-ઘર સુધી શુધ્ધ પેયજળ પહોંચાડવાના ઉમદા આશયથી વર્ષ 2003માં સુજલામ સુફલામ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ ગુજરાત રાજ્ય આજે અન્ય રાજ્યો માટે આદર્શ મોડલ બન્યું છે.અજય ઈન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ
Site Admin | જાન્યુઆરી 20, 2025 3:02 પી એમ(PM) | સુજલામ સુફલામ અભિયાન