રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૫૮.૧૯ ટકા જળસંગ્રહ નોંધાયો છે.
ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે સરદાર સરોવર ડેમમાં 61 ટકા જળ સંગ્રહ નોંધાયો છે. ૪૭ જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે અને ૧૦ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયું છે. ૩૮ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત ૨૧ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા ચેતવણી આપવામાં આવી છે જ્યારે ૪૨ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે.
આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવરમાં ૯૨,૮૬૭ ક્યુસેક જ્યારે ઉકાઈ યોજનામાં ૮૩,૯૮૫ ક્યુસેક, દમણગંગામાં ૫૩,૪૫૬ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૦.૩૨ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧ માં ૫૨.૬૮ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૫૨.૧૫ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૪૫.૨૬ ટકા તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૮.૩૯ ટકા પાણીનો સંગ્રહ થયો છે.
Site Admin | ઓગસ્ટ 5, 2024 3:27 પી એમ(PM) | વરસાદ