ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 22, 2025 7:16 પી એમ(PM)

printer

રાજ્યમાં સાયબર ગુના, સાયબર સલામતી અને સાયબર ગુપ્તચર માટે ઉત્કૃષ્ટતા કેન્દ્ર સ્થાપવામાં આવશે એમ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું છે.

રાજ્યમાં સાયબર ગુના, સાયબર સલામતી અને સાયબર ગુપ્તચર માટે ઉત્કૃષ્ટતા કેન્દ્ર સ્થાપવામાં આવશે એમ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, રાજ્યના પોલીસ વિભાગને વધુ મજબૂત કરવા અંદાજપત્રમાં ટેકનોલોજી અને માનવ સંશાધન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ગઇકાલે ભાવનગરમાં યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં શ્રી સહાયે જણાવ્યું કે, બજેટમાં ગૃહ વિભાગ માટે કુલ 12 હજાર 659 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ વડાએ ત્રણ નવા કાયદાના અમલીકરણની સમીક્ષા કરી હતી.
જાન્યુઆરી માસમાં સાયબર ફ્રોડમાં પીડિતોએ ગુમાવેલા 13 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે. આ કોન્ફરન્સમાં રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદના પોલીસ કમિશનરો અને રાજ્યના નવ રેન્જ આઈજી ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ