ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 5, 2024 8:07 પી એમ(PM) | વરસાદ

printer

રાજ્યમાં સવારના છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં 178 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે

રાજ્યમાં સવારના છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં 178 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.. ગાંધીનગરના માણસમાં અને મહેસાણાના વિજાપુરમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે..ઉપરાંત, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના અમરેલી અને બોટાદમાં ઘણા વિસ્તારોમાં વરસાદના અહેવાલ છે.
હવામાન વિભાગે આજે અને આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લા અને કેન્દ્રશાસિત દાદરા અને નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી છે. માછીમારોને આઠ ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં મોસમનો સરેરાશ 119 ટકા વરસાદ પડી ચૂક્યો છે. સૌથી વધુ 183 ટકા વરસાદ કચ્છ ઝોનમાં પડ્યો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં 127 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 121 ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં 115 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 99 ટકા વરસાદ પડ્યો છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ 87 ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યનાં કુલ 206 જળાશયોમાંથી 116 જળાશય 100 ટકા, 44 જળાશય 70થી 100 ટકા અને 17 જળાશય 50થી 70 ટકા વચ્ચે ભરાયા છે. 142 જળાશય હાઇ એલર્ટ પર, 10 જળાશય એલર્ટ પર છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ