રાજ્યમાં સવારના છ વાગે પૂરા થતાં ચોવીસ કલાક સુધીમાં 72 ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે.. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 86 ટકા કરતાં વધુ અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 54 ટકા વરસાદ નોંધાયો હતો… છેલ્લા ચોવીસ કલાકમાં વડોદરાના સિનોર તાલુકામાં સૌથી વધુ 34 મીલીમીટર , પંચમહાલના ગોધરમાં 17 અને વડોદરાના કરજણમાં 17 મીલીમીટર વરસાદ નોંધાયો છે..રાજ્યના જળશાયોની સ્થિતિ જોઇએ તો નર્મદા ડેમમાં 88 ટકા જળસંગ્રહ છે જ્યારે સો ટકા ભરાઇ ગયેલા 51 જળાશય , 70 ટકાથી વધુ 39 ડેમ છે.. 63 જેટલા ડેમ માટે હાઇએલર્ટ જાહેર કરાયું છે.. રાજય ભરમાં ખરિફ પાકોનું વાવેતર 90 ટકા જેટલું થયું છે.
Site Admin | ઓગસ્ટ 16, 2024 4:20 પી એમ(PM) | વરસાદ