ગુજરાતના 144 તાલુકામાં ગઈ કાલે હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ સવા ઈંચ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામા પડ્યો હતો. આ સાથે રાજ્યમાં સરેરાશ 23 ઇંચ સાથે મોસમનો 68 ટકા વરસાદ પડી ચૂક્યો છે.
સૌથી વધુ 150 ટકા વરસાદ દેવભૂમિ દ્વારકામાં નોંધાયો છે. દ્વારકામાં સરેરાશ 30 ઇંચની સામે અત્યાર સુધી 46 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં 124 ટકા વરસાદ પડ્યો છે. નવસારીમાં 96 ટકા વરસાદ પડી ચૂક્યો છે. તાલુકા પ્રમાણે જોઇએ તો, દ્વારકામાં સૌથી વધુ 250 ટકા અને કલ્યાણપુરમાં 147 ટકા, જૂનાગઢ જિલ્લાના કેશોદ અને વંથલી તાલુકામાં 145 ટકા વરસાદ પડ્યો છે.
દરમિયાન, હવામાન વિભાગે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.
Site Admin | ઓગસ્ટ 6, 2024 10:52 એ એમ (AM) | aakshvaninews | Gujarat | newsupdate | weathernews