ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 13, 2025 8:11 પી એમ(PM) | સમાન નાગરિક સંહિતા

printer

રાજ્યમાં સમાન નાગરિક સંહિતા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ નિવૃત્ત રંજના દેસાઈની અધ્યક્ષતામાં રાજ્ય સરકારે રચેલી પાંચ સભ્યોની સમિતિની બેઠક નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજવામાં આવી

રાજ્યમાં સમાન નાગરિક સંહિતા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ નિવૃત્ત રંજના દેસાઈની અધ્યક્ષતામાં રાજ્ય સરકારે રચેલી પાંચ સભ્યોની સમિતિની બેઠક નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજવામાં આવી હતી.
રાજ્ય માટે પ્રસ્તાવિત UCC ના ઉદ્દેશો, અવકાશ અને રૂપરેખા અંગે આ બેઠકમાં સમિતિના સભ્યોએ ચર્ચા કરી હતી. સમિતિના અધ્યક્ષ રંજના દેસાઈ અને સમિતિના અન્ય સભ્યો નિવૃત્ત વરિષ્ઠ IAS અધિકારી સી.એલ. મીના, એડવોકેટ આર.સી. કોડેકર, ભૂતપૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર્તા ગીતાબેન શ્રોફ આ મહત્વપૂર્ણ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
સમિતિએ મહિલાઓ અને બાળકોને સમાન અધિકારો પૂરા પાડવા અને સામાજિક માળખાને મજબૂત બનાવવા માટે, ખાસ કરીને વ્યક્તિગત કાયદાઓમાં સમાવેશકતા, ન્યાયિક સમાનતા અને એકરૂપતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
આ સમિતિ પોતાનો અહેવાલ ગુજરાત સરકારને સુપરત કરશે તે રાજ્યના ભાવિ કાનૂની માળખાને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ