ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સર્વોચ્ચ અદાલતના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈ આ સમિતિના અધ્યક્ષ હશે.
આ સમિતિમાં અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ સનદી અધિકારી સી.એલ. મીના, એડવોકેટ આર. સી. કોડેકર તેમજ ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબહેન શ્રોફનો સમાવેશ કરાયો છે. આ સમિતિ 45 દિવસમાં પોતાનો અહેવાલ સરકારને સોંપશે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સમાન નાગરિક સંહિતમાં આદિવાસી સમાજના રીતિ-રિવાજોનું સંરક્ષણ કરાશે.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 7:09 પી એમ(PM)
રાજ્યમાં સમાન નાગરિક સંહિતાની આવશ્યકતા ચકાસવા અને મુસદ્દો તૈયાર કરવા પાંચ સભ્યોની સમિતિની રચના કરાઇ
