રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાના વાઇરસના સૌથી વધુ 11 કેસ પંચમહાલ જિલ્લામાં નોંધાયા છે. પંચમહાલના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે જિલ્લામાં હાલ 300 આરોગ્યના પેટા કેન્દ્ર અને 50 જાહેર આરોગ્ય કેન્દ્ર પરથી તમામ ગામના પાકા અને કાચા મકાનોની માહિતી મેળવવામાં આવી રહી છે. જિલ્લામાં ગોધરામાંથી ચાર, મોરવાહડફ અને ઘોઘંબા તાલુકામાંથી બે-બે અને કાલોલ તાલુકામાં ત્રણ શંકાસ્પદ ચાંદીપુરાના કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં 11 ચાંદીપુરાના કેસમાંથી ચારના શંકાસ્પદ મોત થયા હોવાનું આરોગ્ય અધિકારી બી. કે. પટેલે જણાવ્યું હતું.
Site Admin | જુલાઇ 22, 2024 3:55 પી એમ(PM) | ચાંદીપુરા વાઇરસ