ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 15, 2024 3:19 પી એમ(PM)

printer

રાજ્યમાં વિવિધ સ્તરે વિકાસ સપ્તાહની ઉજવણી..

રાજ્યમાં વિવિધ સ્તરે વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે કચ્છના લખતરમાં સામાન્ય વહીવટ વિભાગ હસ્તકના 18 લાખ રૂપિયાના 6 કામોનું ઇ ખાતમુર્હૂત અને 27 લાખ રૂપિયાના 10 કામોનું ઇ-લોકાર્પણ કરાયું હતું.
સુરેન્દ્રનગરમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
કચ્છમાં ઘર ઘર પાણી પહોંચે એ માટે વાસ્મો દ્વારા વર્ષ 2003થી આજ સુધી કચ્છ જિલ્લામાં 158.35 કરોડ રૂપિયાની કિંમતની કુલ 1 હજાર, 402 જેટલી ગ્રામ્ય આંતરિક પાણીની વિતરણ યોજનાઓને મંજૂરી અપાઈ છે. જેને પગલે કચ્છ 100 ટકા નળોનું જોડાણ ધરાવતો રાજ્યનો 12માં ક્રમનો જિલ્લો બન્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ