ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 15, 2024 7:10 પી એમ(PM) | ધ્વજવંદન

printer

રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં મંત્રીઓના વડપણ હેઠળ સ્વતંત્રતા સમારોહની ઉજવણી કરવામાં આવી

રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં મંત્રીઓના વડપણ હેઠળ સ્વતંત્રતા સમારોહની ઉજવણી કરવામાં આવી, જેમાં… ગુજરાત વડી અદાલત પરિસરમાં મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે ધ્વજવંદન કર્યું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું.
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મહેસાણામાં વિજાપુર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લાભાર્થીઓને ચેક અને પ્રમાણપત્રો એનાયત કર્યા.
(બાઇટ- ઋષિકેશ પટેલ)
વલસાડના પારડીમાં રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ જ્યારે સુરતમાં કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇએ ધ્વજવંદન કર્યું.
મહિલા અને બાળવિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ ગીર સોમનાથમાં તો શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ્લ પાનસેરિયાએ આહવામાં, આદિજાતી વિકાસ અને શિત્રણમંત્રી કુબેરભાઇ ડીંડોરે હિંમતનગરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી.
રાજ્યમંત્રી મૂકેશ પટેલે વ્યારામાં, પરસોત્તમ સોલંકીએ ભાવનગરમાં જ્યારે કુંવરજી બાવળિયાએ બગસરામાં આઝાદીના પર્વની ઉજવણી કરી.
દેવગઢ બારીયા ખાતે રાજ્ય કૃષિમંત્રી બચુભાઇ ખાબડ અને કલ્યાણપુરમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી..
તો અરવલ્લી, આણંદમાં જીલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ