ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 15, 2024 4:03 પી એમ(PM)

printer

રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં મંત્રીઓના વડપણ હેઠળ સ્વતંત્રતા સમારોહની ઉજવણી કરવામાં આવી

રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં મંત્રીઓના વડપણ હેઠળ સ્વતંત્રતા સમારોહની ઉજવણી કરવામાં આવી, જેમાં…
વલસાડના પારડીમાં રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ તિરંગો ફરકાવી આઝાદીના પર્વની ઉજવણી કરી. આ પ્રસંગે તેમણે સ્માર્ટ પ્લગ એન્ડ પ્લે પાર્ક અંતર્ગત વલસાડ જીલ્લામાં સી- ફૂડ પાર્ક બનશે તેવી પણ જાહેરાત કરી હતી.
તો રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇએ સુરતમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, ગુજરાત આજે વૈશ્વિક ક્ષેત્રે સેમીકંડકટર અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોના કેન્દ્ર તરીકે સ્થાપિત થઇ રહ્યું છે..
બોટાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ ધ્વજવંદન કર્યા બાદ સામાજિક વનીકરણ વિભાગ અને શહેરી વન વિભાગનું લોકાર્પણ કર્યું હતું..
ઉદ્યોગ, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે કચ્છના ગાંધીધામ શહેરના રમતગમત સંકુલ ખાતે તિરંગાને સલામી આપી ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી.. આ પ્રસંગે મંત્રીશ્રીએ વિવિધ શાળાના બાળકો દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા.. ત્યારબાદ પોલીસ વિભાગ દ્વારા ‘ડૉગ શૉ’ની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
ગીર સોમનાથ ખાતે મહિલા અને બાળ વિકાસમંત્રી ભાનુબહેન બાબરિયાની અધ્યક્ષતામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી.. આ પ્રસંગે પ્રશંસનીય અને મહત્વપૂર્ણ કામગીરી કરનાર કર્મચારીઓ અને અધિકારીઓનું મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરાયું,.. ઉપરાંત, મંત્રીશ્રીએ જિલ્લા વિકાસ અધિકારીને તાલુકાના વિકાસ માટે ૨૫ લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો.
ડાંગ જિલ્લાના આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાની ઉપસ્થિતીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું..
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિંડોરની ઉપસ્થિતિમાં ધ્વજવંજન કરવામાં આવ્યું..
તાપી જિલ્લાના વ્યારા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યમંત્રી મુકેશ પટેલે તો નવસારીમાં આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી અને બંને જિલ્લાઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા લોકોનું સન્માન કર્યું હતું,
રાજ્યમંત્રી કુંવરજી બાવળીયાએ અમરેલી જિલ્લાકક્ષાની ઉજવણીમાં ભાગ લીધો..
ભાવનગરના તળાજા ખાતે મત્સ્યોદ્યોગ અને પશુપાલન રાજ્ય મંત્રી પરસોત્તમ સોલંકીની ઉપસ્થિતિમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઇ.. આ પ્રસંગે મંત્રીશ્રીએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કર્યું હતું..
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં દાદરા નગર હવેલી અને દમણ- દીવના પ્રશાસક પ્રફુલ પ્રફુલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું.
તો ગાંધીનગર, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, મહિસાગર, પાટણમાં જીલ્લા કલેકટરોના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ