રાજ્યમાં વાઇરલ એન્કેફેલાઇટીસ એટલે કે ચાંદીપુરા વાઇરસના કુલ કેસોની સંખ્યા વધીને 162 થઈ છે. જેમાંથી સૌથી વધુ કેસો સાબરકાંઠા જિલ્લામાં 16, અરવલ્લીમાં 7, બનાસકાંઠામાં 7, મહિસાગરમાં 4, ભરૂચમાં 4, ખેડામાં 7, મહેસાણામાં 10, સુરેન્દ્રનગરમાં 6, અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં 12, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 8, પંચમહાલ જિલ્લામાં 16, જામનગરમાં 8, મોરબીમાં 6, ગાંધીનગર શહેરમાં 3, છોટાઉદેપુર, નર્મદા, સુરત, અમદાવાદ, દ્વારકામાં બે – બે કેસ નોંધાયા છે, જ્યારે કે, જામનગર, પોરબંદર, પાટણ, ગીર સોમનાથ, અમરેલી અને ડાંગમાં એક એક કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલ એક અખબારી યાદી અનુસાર ચાંદીપુરા વાઇરસને કારણે રાજ્યમાં કુલ 73 દર્દીઓના મોત થયા છે, 11 દર્દી હજી પણ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 78ને રજા આપવામાં આવી.
Site Admin | ઓગસ્ટ 9, 2024 10:23 એ એમ (AM) | ચાંદીપુરા