રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ શાંત થતાં પૂરની સ્થિતિમાંથી રાહત મળી છે. આ દરમિયાનમાં હવામાન વિભાગે આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ
ભારે વરસાદની આગાહી કરી છે. તો દક્ષિણ ગુજરાતનાં સુરત અને નવસારી સહિતના દરિયા કાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેંજ અલર્ટ જાહેર કર્યું છે.
અમારા સંવાદદાંતા જણાવે છે કે, ગઇકાલે વરસાદમાં રાહત થવા છતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં અમુક સ્થળોએ પાણી ભરાયેલા છે. ભારે વરસાદને કારણે રાજ્યના 40 ડેમમાં પાણી છલકાયા છે. NDRF ની ટુકડીઓએ ગઇકાલે પૂર અસરગ્રસ્ત સુરત, પોરબંદર અને વડોદરા જિલ્લામાં બચાવ કામગીરી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદના કારણે રાજ્યની પૂર્ણા, વિશ્વામિત્રી અને દમણ ગંગા નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે.
Site Admin | જુલાઇ 26, 2024 8:32 એ એમ (AM) | Akashvani | akashvaninews | Gujarat | newsupdate | Rain | Weather | હવામાન | હવામાન વિભાગ