ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 28, 2024 7:25 પી એમ(PM)

printer

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું… છેલ્લા 12 કલાકમાં 69 તાલુકાઓમાં વરસાદ વરસ્યો

રાજ્યમાં વરસાદનું જોર ધીમેધીમે ઓસરી રહ્યું છે.. ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી સેન્ટર દ્વારા આજે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીના જાહેર કરાયેલા આંકડા અનુસાર 69 તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠા વિજયનગરમાં 23 મિલીમિટર, નવસારીના વાસંદામાં 22 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
આવતીકાલે રાજયના ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, મહિસાગર અને છોટાઉદેપુરમાં તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરીને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા તેમજ અમદાવાદ સહિતના જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરીને યલો એલર્ટ જાહેર કર્યું છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ