ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 28, 2024 3:02 પી એમ(PM) | gujarat rain | weather forecast | Weather Update | winter update

printer

રાજ્યમાં વરસાદની શક્યતા, નલિયામાં 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દરમિયાન નલિયામાં આજે આ વર્ષનું સૌથી નીચું તાપમાન 4.2 ડિગ્રી નોંધાયું હતું. જયારે જીલ્લા મથક ભુજમાં પણ તાપમાનનો પારો નીચે ઉતરીને 9.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. અતિશય ઠંડી સાથે પ્રતિકલાક સાતથી આઠ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનના ઠારના મારથી લોકો દિવસે પણ ગરમ વસ્ત્રોનો આશરો લેવા મજબુર બન્યા છે.
દરમ્યાન, રાજ્યની સાથે કચ્છમાં પણ હવામાન વિભાગ તરફથી કમોસમી વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં ઠંડીનું તીવ્ર મોજું ફરી વળતા તેનાથી રક્ષણ માટે કચ્છમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને દાતાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ગરમ ઉનાઉ વસ્ત્રો અને ધાબડાનું વિતરણ હાથ ધરાયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ