ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 19, 2024 4:25 પી એમ(PM) | ચાંદીપુરા વાઈરસ

printer

રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા વાઇરસના સંક્રમણને અટકાવવા તંત્ર દ્વારા પૂરતા પગલાં લેવાઇ રહ્યા છે.

રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા વાઇરસના સંક્રમણને અટકાવવા તંત્ર દ્વારા પૂરતા પગલાં લેવાઇ રહ્યા છે. જે અંતર્ગત,
મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ વધુ 2 કેસ સામે આવ્યાં છે.. લુણાવાડા તાલુકાના કોઠા તેમજ રામ બારીયાના મુવાડ ગામે ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા અસરગ્રસ્ત બાળકને વડોદરાની સરકારી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા.. જીલ્લા વિકાસ અધિકારીએ શંકાસ્પદ રોગને લઇને સામાન્ય લોકો માટે હેલ્પલાઈન નંબર 9925 785955 જાહેર કર્યો છે. આ નંબર પર ફોન કરીને તબીબી માહિતી તેમજ મદદ મેળવી શકાશે.
જ્યારે ભાવનગર જિલ્લાના સરતાનપર ગામે ચાંદીપુરાનો પ્રથમ કેસ નોંધાયો છે. સરતાનપર ગામે પાંચ વર્ષની બાળકીને ચાંદીપુરા કેસના શંકાસ્પદ લક્ષ્ણો નોંધાતા તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી.
મહેસાણા જિલ્લામાં પણ બે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ સામે આવ્યા હતા. જેમાં એક બાળકનું મૃત્યુ થયું છે. આ રોગને અટકાવવા માટે 127 જેટલા ગામડાઓમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાશે. તેમજ લીપણવાળા કાચા મકાનો અને દીવાલોની તિરાડ અને છિદ્રો માં મેલેથિયોન જંતુનાશક પાવડરનો છંટકાવ કરી ગંદકી અને પાણી ન ભરાતું હોય તો તેનો નિકાલ કરવા સૂચના આપવામાં આવી છે. શાળાના બાળકોને આ વાઇરસની સમજણ અપાશે.
પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસને પગલે તેની સામે રક્ષણ મેળવવા જનજાગૃતિ હાથ ધરવામાં આવી હતી..
વલસાડ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ સંક્રમણ પૂર્વે આગોતરા પગલાંના ભાગરૂપે લઇ જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઇ.. જે અનુસાર, જીલ્લામાં 500થી વધુ સર્વેક્ષણની ટીમને અલગ અલગ વિસ્તારોમાં તબીબી સર્વે કરવા સૂચના આપવામાં આવી છે.
સુરતમાં પણ ચાંદીપુરા વાયરસને લઇ નવી સિવિલ હોસ્પિટલમાં 30 બેડ તૈયાર રખાયા છે અને 15 ડોક્ટરોની ટીમ 24 કલાક તૈનાત રખાઇ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ