ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 18, 2024 6:50 પી એમ(PM) | ચાંદીપુરા વાઈરસ

printer

રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા સક્રમણને પગલે કૃષિમંત્રી રાઘવજી પટેલે આજે જામનગરમાં સમીક્ષા બેઠક યોજી

રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા સક્રમણને પગલે કૃષિમંત્રી રાઘવજી પટેલે આજે જામનગરમાં સમીક્ષા બેઠક યોજી. બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં ચાંદીપુરા ચાંદીપુરા વાઇરસના પ્રસારને અટકાવવા પૂરતા પગલાં લેવાઇ રહ્યા છે. તો આ તરફ જામનગરના જામજોધપુર અને ધ્રોલ તાલુકામાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસ મળતાં આરોગ્ય તંત્ર સજાગ બન્યું છે.
અમદાવાદમાં ચાંદલોડિયા અને આંબાવાડી વિસ્તારના 2 બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના લક્ષણ જોવા મળ્યા હતા. અમદાવાદના અમારા પ્રતિનિધિ કરણ પરમાર જણાવે છે કે, હાલમાં આ બંને બાળકોની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.
આ તરફ પંચમહાલ જિલ્લામાં પણ વાઇરસે દેખા દેતા તત્ર દોડતું થઈ ગયું છે. પંચમહાલના બે બાળકોમાં શંકાસ્પદ વાઇરસ જોવા મળ્યો છે. ગોધરા તાલુકાના કોટડા ગામની ચાર વર્ષિય બાળકોમાં બીમારીના લક્ષ્ણો જોવા મળ્યા હતા. જ્યારે અન્ય એક કેસ ઘોઘંબા તાલુકાના લાલપુરી ગામે નવ વર્ષની બાળકીનો નોંધાયો છે. જે બાદ જિલ્લા આરોગ્ય તંત્રએ વિવિધ ટીમો બનાવી અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠા જીલ્લામાં શંકાસ્પદ ચાંદીપૂરા વાઇરસના કારણે ઓછામાં ઓછા છ બાળકોના મોત થઇ ચૂક્યા છે જ્યારે સાત બાળકો હજી પણ સારવાર હેઠળ છે. એક અહેવાલ અનુસાર, હિંમતનગરની સીવીલ હોસ્પિટલમાં 14 જેટલા બાળકોને દાખલ કરાયા હતા. જેમાંથી છ બાળકોના મોત થયા છે. ગઈકાલ અને આજ સવાર સુધીમાં ૫ બાળકો નવા શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના કેસો મળીને કુલ ૧૪ કેસ થયા છે. સાબરકાંઠામાં અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ નોંધાયા હોવાના અહેવાલ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ