રાજ્યમાં વધતા જતા વાહન અકસ્માતોમાં ગંભીર ઈજા અને મૃત્યુના બનાવોને રોકવા માટે ટ્રાફિક નિયમોનું કડક અમલીકરણ શરૂ કરી દેવાયું છે. રાજય સરકાર દ્વારા દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવાના કાયદાની કડક અમલવારી પગલે જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ગઇકાલે હેલ્મેટ અંગેની આ એક ખાસ ઝુંબેશ હાથ ધરાઇ હતી. જેના અનુસંધાને જામનગર મહાનગરપાલિકા કચેરીના બન્ને મુખ્ય પ્રવેશ દ્વારના દરવાજે સવારથી જ સિક્યોરીટી સ્ટાફને તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને હેલ્મેટ પહેર્યા વગરના તમામ વાહન ચાલક કર્મચારીઓને અટકાવવામાં આવ્યા હતાં. આથી અમુક કર્મચારી પોતાના વાહનો બહાર પાર્ક કરીને પગપાળા જ કચેરીમાં પહોંચ્યા હતાં. તો અમુક કર્મચારી હેલ્મેટ પહેરવા માટે પરત ફર્યા હતાં અને હેલ્મેટ સાથે આવ્યા હતાં.
Site Admin | ઓક્ટોબર 24, 2024 8:12 એ એમ (AM) | વાહન અકસ્માત