ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 10, 2024 10:09 એ એમ (AM) | તાપમાન

printer

રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડાને કારણે ઠંડીમાં વધારો થયો

રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડાને કારણે ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગે આ ઘટાડો ચારથી પાંચ દિવસ દરમિયાન યથાવત રહેવાની શક્યતા દર્શાવી છે. હવામાન શાસ્ત્રી પ્રદીપ શર્માએ આ અંગે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું.
દરમિયાન 8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. આ સાથે મહુવામાં 9 ડિગ્રી, કંડલા પોર્ટમાં 10 ડિગ્રી, વડોદરામાં 11 ડિગ્રી તેમજ કેશોદ, ભૂજ, રાજકોટ, ગાંધીનગરમાં 12 ડિગ્રી તથા ભાવનગરમાં 13 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં અમદાવાદના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના દર્શાવાઈ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ