ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 31, 2025 7:25 પી એમ(PM) | ગુના

printer

રાજ્યમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત વિવિધ ગુના બદલ બે લાખથી વધુ કેસ નોંધાયા-બે કરોડ રૂપિયાનો દંડ વસૂલાયો

રાજ્યમાં પહેલી જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫’ની ઉજવણી દરમ્યાન ટ્રાફિક નિયમોના વિવિધ ઉલ્લંઘન બદલ બે લાખથી વધુ ગુનાઓ નોંધાયા તેમજ 2 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકારાયો.
લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા યોજાયેલી ઝુંબેશ અંતર્ગત સીટ બેલ્ટ ન બાંધવાના, હેલ્મેટ ન પહેરવા પર, તેમજ ઓવર સ્પીડીંગ સહિતનાં મળીને કુલ એક લાખ 56 હજારથી વધુ કેસ ઉપરાંત અનધિકૃત રીતે માર્ગ ઉપર વાહન પાર્કિંગ સંદર્ભે ૪૪ હજારથી વધુ કેસ નોંધાયા.
માર્ગ અકસ્માત નિવારવા 74 હજારથી વધુ વાહનો પર રીફ્લેક્ટર લગાડવામાં આવ્યા. 97 હજારથી વધુ નાગરીકોને ટ્રાફિક અંગે શિક્ષણ આપતી પત્રિકાઓ આપવામાં આવી. અનધિકૃત રીતે માર્ગ ઉપર વાહન પાર્કિંગ સંદર્ભે 44 હજારથી વધુ કેસો નોંધી વાહનચાલકોને બે કરોડ રૂપિયાથી વધુ રકમનો દંડ કરાયો. આ ઉપરાંત શાળા-કોલેજોમાં ટ્રાફિક અંગેની જાગૃતતા માટે 677 જેટલા કાર્યક્રમો યોજી એક લાખ 20 હજારથી વધુ વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમજ અપાઈ.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ