ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 5, 2025 6:02 પી એમ(PM) | ચૂંટણી

printer

રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જીત મળ્યા બાદ ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની પ્રક્રિયા શરૂ કરી

રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જીત મળ્યા બાદ ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ નગરપાલિકામાં પ્રમુખ તરીકે પ્રદ્યુમનસિંહ રાણા અને ઉપપ્રમુખ તરીકે રાજુ અલગોતરની વરણી કરાઇ છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં થાનગઢ નગરપાલિકાના સાત વોર્ડની 28 બેઠકોમાંથી ભાજપે 25 બેઠકો ઉપર જીત મેળવીને નગરપાલિકામાં શાસન મેળવ્યું હતું. છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે મંજુલાબેન કોલીઅને ઉપપ્રમુખ તરીકે પરવેઝ મકરાણીની બિનહરીફ વરણી કરાઈ હતી. તાપી જિલ્લાની સોનગઢનગર પાલિકાના સારિકાબેન પાટીલની  પ્રમુખ તરીકે જ્યારે ઉપપ્રમુખ તરીકે પ્રકાશ ગામીતની નિમણૂક કરાઇ છે કારોબારી અધ્યક્ષતરીકે હેતલ મહેતાને જવાબદારી સોંપવામાં આવી છે. મહેસાણા જિલ્લાની વડનગર નગરપાલિકામાં પ્રમુખ તરીકે મિકીતા શાહ અને ઉપપ્રમુખ તરીકે જયંતિજી ઠાકોરની પસંદગી કરાઇ. મોરબી જિલ્લાની હળવદ નગરપાલિકાના પ્રમુખ પદે ફોરમબેન રાવલઅને ઉપપ્રમુખ પદે સતિષ પટેલની વરણી કરાઇ છે. જ્યારે વાંકાનેર નગરપાલિકાના પ્રમુખપદે ડિમ્પલ સોલંકી અને ઉપપ્રમુખ પદે હર્ષિત સોમાણીની નિમણૂક કરાઇ હતી. અમરેલી જિલ્લાની ચાર નગરપાલિકાઓમાં આજે નવા પ્રમુખની વરણી થઇ.જેમાં રાજુલામાં પ્રમુખ તરીકે જ્યોતિ દવે અને ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામ વાઘ, ચલાલામાં પ્રમુખ પદે નયનાબેન વાળાઅને ઉપપ્રમુખ પદે પ્રવીણ માલવીયા, લાઠી પાલિકા પ્રમુખ પદે દયાબેન જમોડ અનેઉપપ્રમુખ પદે બાબુ ધોળકિયા જ્યારે જાફરાબાદ પાલિકા પ્રમુખ પદે રવિના બારૈયા અને ઉપપ્રમુખ પદે નીરવ ઠાકરની વરણી કરાઇ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ