રાજ્યમાં મેટાન્યુમોવાઈરસ HMPV નો એક પોઝિટીવ કેસ નોંધાયો છે. રાજસ્થાનનાં ડુંગરપુરથી સારવાર માટેઅમદાવાદ આવેલા બે મહિનાનાં બાળકનું HMPV સેમ્પલ પોઝીટીવઆવ્યું છે. હાલ આ બાળક સારવાર હેઠળ છે. તેની સ્થિતી સંપૂર્ણપણે સ્થિર હોવાનુંરાજ્ય સરકારનાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.શ્રી પટેલે વધુમાં જણાવ્યુ છે કે, તાજેતરમાં ચીનમાં માનવ મેટાન્યુમોવાઈરસનાંકેસો જોવા મળી રહ્યાં છે. આ નવો વાયરસ નથી. આ વાઈરસની ઓળખ વર્ષ 2001 માંથયેલી છે. નાગરિકોએ HMPV થી ગભરાવાની જરૂર નથી. પરંતુ વાઈરસનાં લક્ષણો સમજીને તેના ચેપ સાથેસંબંધિત બાબત જાણવી અને અપનાવવી જરૂરી છે. દરમિયાન રાજ્ય સરકારે આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. ઉપરાંતવિદેશથી આવનારા લોકો માટે પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. ઉપરાંત, રાજ્યની હોસ્પિટલોને આ વાયરસના પરીક્ષણ માટે RTPCRકીટ ખરીદવા માટે સૂચના આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં આરોગ્ય અધિકારી ભાવેશ સોલંકીએજણાવ્યું હતું કે, 26 મી ડિસેમ્બરેપોઝિટિવ આવેલ બાળકનાં રિપોર્ટની જાણ હોસ્પીટલ સત્તાવાળાઓએ AMCને ન કરતાં તેમની સામે પગલાં લેવામાં આવશે.
Site Admin | જાન્યુઆરી 6, 2025 7:13 પી એમ(PM)