રાજ્યમાં મકાઈ પાકને રોગમુક્ત રાખવા ખેતી નિયામકની કચેરીએ ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા મુજબ, ખેડૂતોએ મકાઈના પાકને પાનના સુકારા તેમ જ તડછારો જેવા રોગથી રક્ષણ આપવા રોગમુક્ત બિયારણ ઉપયોગમાં લેવું જોઈએ. તેમ જ મકાઈની રોગ પ્રતિકારક જાતોનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ દર વર્ષે પાકની ફેરબદલી કરવી પણ હિતાવહ હોવાની સલાહ આપવામાં આવી છે.
ખેતી નિયામક કચેરીની યાદીમાં જણાવ્યા અનુસાર, ખેડૂતોએ મકાઈની ગંગા સફેદ-2, 11, ગુજરાત મકાઈ-2, 4, 6, નર્મદા મોતી, ગંગા-5, ડેક્કન-10, શ્વેતા, નવીન અને જવાહર જેવી રોગ પ્રતિકારક જાતોની વાવણી કરવી જોઈએ. મકાઈમાં ઈયળના નિયંત્રણ માટે મગ, અડદ, તુવેર અને ચોળા આંતરપાક તરીકે વાવવા જોઈએ.
Site Admin | જુલાઇ 22, 2024 7:45 પી એમ(PM) | મકાઈ પાક