રાજ્યમાં ભારે વરસાદની પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને આવતીકાલ એટલે કે ગુરૂવારે યોજાનારો મુખ્યમંત્રીશ્રીનો રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ તેમજ જિલ્લા કક્ષાએ યોજવામાં આવતો જિલ્લા સ્વાગત મુલતવી રાખવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનાનો રાજ્ય સ્વાગત 29 ઓગસ્ટના રોજ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ સંબંધિતોને આ અંગેની નોંધ લેવા મુખ્યમંત્રીશ્રીના જન સંપર્ક એકમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Site Admin | ઓગસ્ટ 28, 2024 9:10 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | Gujarat | Rain | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
રાજ્યમાં ભારે વરસાદની પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને મુખ્યમંત્રીશ્રીનો રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો
