ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 12, 2024 7:39 પી એમ(PM) | બોટીંગ

printer

રાજ્યમાં બોટીંગ પ્રવૃત્તિઓમાં સલામતી માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ‘ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નિયમ, ૨૦૨૪’ જાહેર કરાયા છે

રાજ્યમાં બોટીંગ પ્રવૃત્તિઓમાં સલામતી માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ‘ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નિયમ, ૨૦૨૪’ જાહેર કરાયા છે. જેમાં પ્લેઝર ક્રાફ્ટ/બોટના રજિસ્ટ્રેશન, સર્વે અને ઓપરેશન માટેની પરવાનગી તથા રાજ્યમાં આંતરિક જળમાર્ગો પર સંચાલિત બોટના નિયમન માટેના નિયમોનો સમાવેશ થાય છે.
આ નિયમ અનુસાર રાજ્યના પ્લેઝર ક્રાફ્ટ/બોટના માલિકોએ સંબંધિત જિલ્લા કલેક્ટરની કચેરીમાં ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે. બોટની નોંધણી બાદ ગુજરાત મેરીટાઈમ બોર્ડના સર્વેયર દ્વારા બોટનું સર્વેક્ષણ કરવામાં આવશે. બોટનું સંચાલન કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા મ્યુનિસિપલ કમિશનર પાસેથી પરવાનગી મેળવવી જરૂરી છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ