ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 15, 2025 7:24 પી એમ(PM)

printer

રાજ્યમાં બે જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં છ લોકોનાં મોત નિપજ્યાં છે

રાજ્યમાં બે જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં છ લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે નવ વ્યકિતીઓ ઈજાગ્રસ્ત થયાં છે.
દાહોદ જિલ્લામાં ગઈકાલે મધરાત્રે લીમખેડા પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયાં છે. જ્યારે આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રયાગરાજનાં મહાકુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતનાં શ્રદ્ધાળુઓની કાર લીમખેડા નજીક હાઈ-વે પર ઉભી રહેલી ટ્રક સાથે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. તેમાં એક મહિલા સહિત ચાર જણનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં.
પોલીસનાં જણાવ્યાં મુજબ મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓ ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વરનાં અને અમદાવાદનાં ધોળકાનાં હતાં.
સુરતમાં પારલે પોઇન્ટના બ્રિજ પર મોટર સાયકલ ડિવાઈડર સાથે અથડાતા ત્રણ યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં બે યુવાનોના ટૂંકી સારવાર બાદ મોત થયા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ