રાજ્યમાં ફરી એક વખત શિયાળો જામ્યો છે. રાજ્યના છ શહેરોમાં 10 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું તાપમાન નોંધાયું છે. નલિયામાં 3.2 ડીગ્રી સેલ્સિયલ લઘુતમ તાપમાન નોંધાયુંહતું, જે આ વર્ષનું સૌથી નીચું તાપમાન છે. આ ઉપરાંત, રાજકોટમાં 7.3 ડિગ્રી,ડીસામાં8.8 ડિગ્રી ભુજ, કેશોદ અને ગાંધીનગરમાં 9-9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 12.1 ડિગ્રી, વડોદરામાં 11.4 ડિગ્રી અને સુરતમાં 15.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
Site Admin | જાન્યુઆરી 8, 2025 7:25 પી એમ(PM)