મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પ્રવાસનને વધુ વેગ આપવા 44 પ્રવાસન સ્થળોના માર્ગોની સુધારણા માટે 2 હજાર 269 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ પ્રવાસન સ્થળોના કુલ 58 માર્ગોનાં નવીનીકરણ તેમજ માર્ગો પહોળા કરવાની કામગીરી કરાશે. આ 58 માર્ગોની સુધારણાથી પ્રવાસીઓને ઉત્કૃષ્ઠ અને વધુ કાર્યક્ષમ રોડ નેટવર્ક મળશે.આ ઉપરાંત મુસાફરીનો સમય અને ખર્ચ પણ ઘટવા સાથે પ્રવાસન સ્થળોની આસપાસના વિસ્તારોનો આર્થિક વિકાસ થશે તેમજ રોજગારીની તકોનું સર્જન થશે.
Site Admin | જાન્યુઆરી 21, 2025 7:27 પી એમ(PM) | પ્રવાસન સ્થળો
રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા ૪૪ પ્રવાસન સ્થળોના માર્ગોની સુધારણા માટે બે હજાર ૨૬૯ કરોડ રૂપિયા મંજૂર કરાયાં
