રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળની ભરતી માટે આગામી 26 ઑગસ્ટે પૉર્ટલ ખૂલ્લું મુકાશે. ઉમેદવારો 9 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે. પોલીસ ભરતી બૉર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું, આ વર્ષે સ્નાતક થયેલા ઉમેદવારો માટે પૉર્ટલ ફરી ખોલવામાં આવશે. આ ભરતી માટેની શારીરિક પરીક્ષા ચોમાસા પછી લેવાશે.
રાજ્ય સરકારે વર્ષ 2021માં લેવાયેલી લોકરક્ષક દળની પરીક્ષામાં ગેરરીતિ આચરનારા 37 ઉમેદવારને ગેરલાયક ઠેરવ્યા છે. પોલીસ ભરતી બૉર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું, આ ઉમેદવારો હવે આગામી ત્રણ વર્ષ માટે કોઈ પણ ભરતી પરીક્ષા નહીં આપી શકે.
Site Admin | ઓગસ્ટ 14, 2024 7:54 પી એમ(PM)