રાજ્યમાં પેયજળની સમસ્યાઓના નિવારણ માટે કાર્યરત્ વેબસાઈટ પર ગત છ વર્ષમાં 99.92 ટકા રજૂઆતોનો ઉકેલ કરાયો છે.સત્તાવાર યાદી મુજબ, રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં પેયજળને લાગતી સમસ્યાને ત્વરાએ નિકાલ લાવવા પાણી પૂરવઠા વિભાગ દ્વારા 1916 ટૉલ ફ્રી નંબર અને www.watersupply.gujarat.gov.in વેબસાઈટ અમલી બનાવવામાં આવી છે. રાજ્યમાં વર્ષ 2018થી ચોવીસ કલાક હેલ્પલાઈન સેન્ટર પણ કાર્યરત્ કરાયું છે.આ સેન્ટર અને વેબસાઈટ પર અત્યાર સુધી નોંધાયેલી એક લાખ 82 હજાર 464 રજૂઆતો પૈકી એક લાખ 82 હજાર 331 રજૂઆતોનો ઉકેલ અને નિકાલ કરાયો છે. આ તરફ પાણી પૂરવઠા વિભાગ દ્વારા GIS મેપિંગ થ્રૂ મૉનિટરીંગ કરવા IoT સૉફટવેર વિકસાવવામાં આવ્યું છે. આ સૉફ્ટવેર પાણીના પ્રવાહનું નિરીક્ષણ અને વિતરણ કરતી વખતે ડેટા સંગ્રહ અને વિશ્લેષણના માધ્યમથી જળ સુરક્ષા, ગુણવત્તા અને તેની સ્થિરતાને સુનિશ્ચિત કરે છે.
Site Admin | ડિસેમ્બર 31, 2024 7:27 પી એમ(PM)