રાજ્યમાં પહેલીવાર આચાર્ય દેવવ્રતના વડપણમાં પ્રાકૃતિક ખેતી માટે ખાટલા પરિષદ ભરૂચ જિલ્લાના નેત્રંગમાં યોજાઈ હતી. આ પ્રસંગે રાજ્યપાલ એ 150થી વધુ ખેડૂતો સાથે સંવાદ કરતા પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ખેડૂતોને સંબોધતા આચાર્ય દેવવ્રતે ખેડૂતોને જંતુનાશકો અને યુરિયા ખાતરથી દૂર રહેવા અપીલ કરી હતી. રાજ્યપાલે અહીં પ્રાકૃતિક કૃષિ નિદર્શન, વેચાણ કેન્દ્રની મુલાકાત લઈ ખેત પેદાશો અંગે ચર્ચા વિમર્શ કર્યા હતા.
Site Admin | નવેમ્બર 16, 2024 7:12 પી એમ(PM) | ખાટલા પરિષદ